સાવધાન : શું તમારું બાળક પણ online ક્લાસ કરી રહ્યો છે ફોન થી, તો ચેતજો અચાનક ફોનની બેટરી ફાટી અને….

હાલની પરસ્થિતિ ને જોય ને કોઈ માતપિતા પોતાના બાળકોને બહાર શાળા પર મોકલવા ઇચ્છતા જ નથી અને ઓનલાઇન ક્લાસના માધ્યમથી પોતાના બાળકોનો અભ્યાસ આગળ વધારી રહ્યા છે. કોરોના મહામારીના લીધે હાલ મોટાભાગના બાળકો ઓનલાઇન ક્લાસ કરી રહ્યા છે. હવે તેમનો ક્લાસરૂમ એક ફોનની સ્ક્રીન જેટલો નાનો થઇ ગયો છે.આ ફોનના લીધે તો અત્યાર સુધી માનસિક નુકશાન જ થઇ રહ્યું હતું, પણ હવે આ ઘટના વિયતનામમાંથી સામે તો, બસધને ચોંકાવીદીધા છે. આ ઘટનામાં ઓનલાઇન ક્લાસ કરી રહેલા બાળકના ફોનની બેટરી ફાટવાના કારણે મૃત્યુ થયું.

આ ઘટના જે બાળક સાથે બની, તે બાળક ધોરણ 5 માં અભ્યાસ કરતો હતો. અને પહેલાની જેમ ફોન ના માધ્યમથી ઓનલાઇન ક્લાસ કરી રહ્યો હતો, આ દરમ્યાન અચાનક બેટરી ફાટી હતી. વિયતનામના સીનિયર એજ્યુકેશન ઓફિસર મુજબ મોબાઇલ ફાટવાના કારણે કપડામાં આગ લાગી ગઈ અને અને સળગી જવાના કારણે તેની હાલત ગંભીર બની.

ઘટના વિયતનામના નગે અન પ્રોવિંસની છે. એક અહેવાલ મુજબ સાંજે 4 કલાકે બાળક મોબાઇલ પર ક્લાસ કરી રહ્યો હતો. ઘટના સમયે બાળકે ઇયરફોન પહેરી રાખ્યો હતો. ફોનમાં વિસ્ફોટની અવાજ પાડોશીએ પણ સાંભળી અને તેઓ દોડીને ત્યા પહોંચ્યા. બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. જ્યારે આ ઘટના બની ત્યારે ફોન ચાર્જિંગ પર હતો. હમણાં સુધી ફોનના ઉત્પાદક અને ચાર્જિંગ કેબલ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment