Electric vs Petrol : કઈ કાર લેવી જોઈએ? ગણતરી જાણી લો, ફાયદો સમજાઈ જશે

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે ઈ-વ્હિકલ વાહનના ઉપયોગથી તમારા રૂપિયાની એટલી બચત થશે કે, તમારા બીજા વાહનનું ડાઉન પેમેન્ટ કાઢવું પડશે નહીં તે માટે જુઓ ગુજરાતી સમાચાર હું તમને કહેવા માંગુ છું

આજે હવે તમને એ કહેવા માંગુ છું, કે જો તમારે એક વાહન લેવું છે તો, આ પ્રકારનું જો આપણે વાહન લેશું ને કે એ વાહન થી આપણા જેટલા પૈસા બચાવ થશે એ પૈસાથી એના પછીના વાહન નું ડાઉનપેમેન્ટ પણ ભરી શકાશે.

તો હવે જે પ્રકાના વાહનની આપણે વાત કરવાની છે એ ઈલેકટ્રીક વાહન ની છે, ઈલેકટ્રીક વાહન ની કેમ વાત કરવાની છે ? કારણ કે હમણાજ આપણા ગુજરાત રાજ્યના “મુખ્યામંત્રી વિજયભાઈ રૂપાણી” એ જાહેર કરી એક નવી પોલિસી “ગુજરાત ઈલેકટ્રીક વિહિકલ પોલિસી ૨૦૨૧”,આ પોલિસી વિષે આપણે વાત કરીયે.

ગુજરાત ઈલેકટ્રીક વિહિકલ પોલિસી ૨૦૨૧ :-

આ પોલિસી માં મુખ્યતો સબસિડી ની વાત કરી છે, કે આપણે એક ઈલેકટ્રીક વાહન ખરીદવી છીએ ટુ વ્હીલર, થ્રી વ્હીલર કે ફોર વ્હીલર તો આપણ ને સબસિડી મળશે. કેટલી સબસિડી મળશે ?, તો ટુ વ્હીલર પર ૨૦,૦૦૦ સુધીની સબસિડી મળશે, થ્રી વ્હીલર પર ૫૦,૦૦૦ સુધીની સબસિડી મળશે અને ફોર વ્હીલર પર તો ૧,૫૦,૦૦૦ સુધીની સબસિડી મળશે.

આ પોલિસી માં આટલુંજ નહિ પણ બીજું ઘણું બધું જણાવ્યુ છે, અત્યારે ઈલેકટ્રીક વાહન ચાર્જ કરવા માટે ગુજરાત માં ૨૭૮ જેટલા ઈલેકટ્રીક ચાર્જિંગ સ્ટેશન આવેલા છે, પણ આ પોલિસીમાં લખ્યું છે કે ૨૫૦ જેટલા નવા ચાર્જિંગ સ્ટેશન બનાવામાં આવશે અને ટોટલ ૫૨૮ જેટલા ચાર્જિંગ સ્ટેશન કરી દેવામાં આવશે.

પેટ્રોલ પંપ ને પણ મંજૂરી આપવામાં આવશે કે ત્યાં એ લોકો ચાર્જિંગ સ્ટેશન કરી શકે.

આ પોલીસીનો મુખ્ય હેતુ આ છે કે આવતા ૪ વર્ષમાં ૨ લાખથી પણ વધુ ઈલેકટ્રીક વાહન આપણા રાજ્યમાં વ્હેંચાયને એ આમાંનો હેતુ છે કે ૨ લાખ ઈલેકટ્રીક વાહનો હોવા જોઈએ.

આ પોલિસી માં આવું પણ લખ્યું છે કે ઈલેકટ્રીક વાહન માટે કોઈ પણ પ્રકારની રેજીસ્ટ્રેશન ફી નઈ ભરવી પડે., જેમ આપણે જોતા હોય કે ઓન રોડ વાહને એક્સ શોરૂમ પ્રાઇસ નો જે તફાવત હોય ને એ મુખ્ય રેજીસ્ટ્રેશન ફી અને ઇન્શ્યોરન્સ નો હોય છે, તો આપણે ગુજરાતના કોઈ પણ RTO માં ઈલેકટ્રીક વાહન માટે ભરવી નઈ પડે આમ ઘણો ફાયદો થઇ શકે છે.

આ ઉપરાંત ઈલેકટ્રીક વાહનમાં થતા ફયાદ તમે કેહવા માંગુ છું કે, આપણા બઝેટ માં જણાવેલ છે કે જો આપણે ઈલેકટ્રીક વાહન પર લોન કરવી છે તો આપણે ૧.૫ લાખ રૂપિયા સુધીના વ્યાજ માં આપણે ઈન્ક્મ ટેક્સ માં છૂટ મળશે,એ આપણને બાદ મળી જાય.

FAME ૨ (Faster Adoption and Manufacturing of Electric Vehicles in India) કરીને ગુજરાત ગવર્મેન્ટ ની સ્કીમ છે એનો પણ લાભ મળી શકશે. ગુજરાત સરકારની સાથે સાથે, જે કૉમર્સિઅલ વાહનો ને મળતી હોય છે.

હવે, આપણે વાત કરીયે કેલ્કયુલેશન ની અહીંયા આમે ઘણા બધા વાહન જોયા પણ એમાંથી એક જ કાર મળી કે જેનું પેટ્રોલ એન્જિન પણ હોય અને ઈલેકટ્રીક વર્ઝન પણ હોય. જે આપણ દેશમાં બનેલી ટાટા કંપની છે ટાટા નેક્સઓન આવે છે, એ ટાટા નેક્સઓન નું પેટ્રોલ વર્ઝન આપણે જોયું ને આ ટાટા નેક્સઓન નું ઈલેકટ્રીક વર્ઝન પણ આવે છે.

હવે, આમ એવું છે કે ઈલેકટ્રીક વાહન તો ઓટોમેટિક ચાલવાનું તો, અમે એનું બેઝ મોડેલ ના લીધું પણ ટાટાનું જે ઓટોમેટિક ટ્રાન્સમિશન વાળું હોય ને આ વર્ઝન ને આમે સરખામણી કરીયે છીએ.

તો આ પેટ્રોલ વાળા વર્ઝન ની કિંમત આશરે ઓન રોડ કિંમત TATA Nexon AMT (Petrol) Price ૯.૫ લાખ જેટલી હોય છે. તો આજ રોતે જો આપણે આજ મોડેલ નું બેઝ ઈલેકટ્રીક વાહન લઈને TATA Nexon EV 2021 ની કિંમત ૧૫.૫૩ લાખ માં મળી શકે. આ બધી કિંમત આશરે છે હવે આ બધી કિંમત વધ ઘટ હોય શકે.

હું તમને ફક્ત એ કહેવા માંગુ છું કે એટલે તમે જાતે આ કૅલ્ક્યુલેશન કરી શકે વાહન ખરીદતી વખતે તો હવે, આપણને ૧૫.૫૩ ની જે ગાડી પડી ને આમ તો અત્યારે બોવ જ મોટો તફાવત દેખાય છે તો આપણે જોયે તો ૭૦,૦૦૦ રૂપિયા જેટલા આપણી રેજીસ્ટ્રેશન ફી બાદ થઇ ગઈ છે આ સિવાય જે ૧.૫ લાખ સુધીની જે સબસિડી મળશે એ આપણે બાદ કરીએ,અને આના સિવાય જો આપણે FAME 2 માં જો કૉમર્શિઅલ ઉપયોગ માટે લઇ છીએ જે પીળી નંબર પ્લેટ લગાવીએ એ વાહનમાં આપણે ૨,૮૦,૦૦૦ રૂપિયા સુધીની વધારે સબસિડી મળી શકે છે.હજી Nexon માં શરુ નથી થઇ આ સબસિડી અને એવી પણ ખબર પડી કે ગુજરાત રાજ્યમાં આ સબસિડી નથી મળતી અત્યારે, તો જો અત્યારે આપણે આ ૨.૮૦,૦૦૦ રૂપિયાની સબસિડી બાદ નઈ કરીએ, તો આપણે અત્યારે બે વાસ્તુજ બાદ કરીશું તો આપણે આ ૧૫.૫૩ લાખની જગ્યાએ આ કોસ્ટ આપણે ૧૩.૩૩ લાખ રૂપિયા મળશે. હવે ફરક આપણે જોશું તો ફરક થયો ૩.૮૦લાખ રૂપિયાનો ફરક થયો પેટ્રોલ વાહન અને ઈલેકટ્રીક વાહનમા,આટલું તો સમજાય ગયું .

હવે,આપણે જોઈ કેલ્ક્યુલેશન ની કે ખર્ચા આપણ ને કેટલા લાગે ?,તો અત્યારે અમે કેલ્ક્યુલેશન કરિયું છે કે જે માણસ મહિને ૭૦૦ કિલોમીટર ફરતા હોય, સામાન્ય રીતે ૭૦૦કિમિ. થી વધારેજ ફરતા હોય છે પણ અત્યારે આપણે ૭૦૦km લઈએ.

જો ગાડીની અવેરેજ જોયે ને તો જે પેટ્રોલ વળી “Tata Nexon છે ની માઈલેજ 16km/લિટર પેટ્રોલ” ની છે,એવીજ રીતે આપણે “Tata Nexon EV લઇ તો એમાં તો આપણે ઇલેકટ્રીસિટી વાપરવાં ચાર્જ કરવા માટે તો આપણે પર યુનિટ નો ભાવ લેવાનો કિલોવોટ થયું આટલે પર કિલોવોટ કલાક આશરે ૯.૪ કોલોમીટર (૯.૪ KM / KWh) જેટલું ફરતું હોય છે અને મતલબ એ છે કે જો ૧ કિલોમીટર પેટ્રોલ વળી ગાડી ની કોસ્ટ જોયેતો આશરે ૬.૨૫ રૂપિયા થયું, અને ૧ કિલોમીટર ની ઈલેકટ્રીક વાહન ની કોસ્ટ જોયે તો ૦.૮૫ રૂપિયા થઇ. એટલે આખા મહિનાનો ખર્ચો જોયે ને તો 4375 રૂપિયા પેટ્રોલનો ખર્ચો આવે,જો આપણે પેટ્રોલ વાહન ફેરવી છીએ તો અને જો ઈલેકટ્રીક વાહન ફેરવી તો 825 રૂપિયા લાઈટ બિલ આવે જો ઈલેકટ્રીક વાહન ચલાવીએ છીએ.

જો આજ ખર્ચો આખા એક વર્ષ નો ગણિયે તો પેટ્રોલ વાહનમા પેટ્રોલ પુરાવાનો ખર્ચો ૫૨,૫૦૦ રૂપિયા છે. એજ રીતે જો આપણે ઈલેકટ્રીક વાહનો એક વર્ષનો લાઈટ બિલ ગણીએ તો લાઈટ બિલ ૯,૯૦૦ રૂપિયા આવશે. એનો મતલબ એક વર્ષમાં આપણે પેટ્રોલ વાહન માં ૪૨,૬૦૦ રૂપિયાનો ખર્ચો વધી ગયો.

હવે આપણે મેન્ટેનન્સ અને સર્વિસ ની વાત કરીયે તો વર્ષે એક વાર તો આપને કોઈ પણ વાહની સર્વિસ તો કરાવી પડે, જો પેટ્રોલ વાહન સર્વિસમાં મુકીયે એટલે એમાં ઘણા બધા ફિલ્ટર બદલાવવાના હોય,બધુજ પાણી બદલવાનું હોય,તો એટલેજ એની કિંમત આશરે ૧૦,૦૦૦ રૂપિયા થતી હોય છે. આજ વસ્તુ જો આપણે ઈલેકટ્રીક વાહનમા જોયે તો એમાં સર્વિસ કરવાની આવતીજ નથી, પણ મેન્ટેનન્સ આપણે ૧,૦૦૦ રૂપિયા કરવા પડે,તો પણ પેટ્રોલ વાહન માં વાર્ષિક ૯,૦૦૦ રુપીયાનો ખર્ચો વધારેજ થાય છે.અને તમને પેલા પણ જણાવ્યુ હતું ને કે આપણે વ્યાજમાં આપણી આવક માંથી બાદ કરવા મળે જેનાથી એના પર એટલો ટેક્સ ના ભરવો પડે, તો આપણે એટલો હિસાબ લગાવીએ જે દસ-પંદર લાખની ગાડી લેતા હોય એની વાર્ષિક આવક ૧૫ લાખ રૂપિયા તો હોવાની ૩૦% સ્લેબનાં અંદરજ હોય તો ૩૦% ટેક્સ ભરવો પડે એટલે જો ૧.૫ લાખ રૂપિયા પર ટેક્સ ઓછો ભરવો પડે તો ૪૫,૦૦૦ ની એ બચત થઇ ગઈ.

જો હવે આપણે ઈલેકટ્રીક વાહન પર થતી બચત અને ઈલેકટ્રીક વાહન પર થતો ખર્ચો આ બધું આપણે જોડીએ ને તો આશરે ૯૬,૬૦૦ રૂપિયા દર વર્ષે ઈલેકટ્રીક વાહનમા બચે. આપણે રાઉન્ડફિગર ગણિયે તો ૧,૦૦,૦૦૦ રૂપિયા કરી દઈએ. હવે જે ઈલેકટ્રીક વાહની કિંમત જે હતીને અને ૩.૮૦ લાખ રૂપિયા વધારે હતી પેટ્રોલ વાહન કરતા. આપણે વાર્ષિક લાખ રૂપિયા બચાવી એટલે ૪ વર્ષે આપણે તફાવત પાછો મળી જાય છે.

કોઈ પણ ઈલેકટ્રીક વાહન છે તે બેટરી પર ચાલે છે, જો બેટરી ખરાબ થઇ જાય તો સૌથી મોટો ખર્ચો ૧-૧.૫૦ લાખ રૂપિયા જેટલો ખર્ચો આપણે આવી શકે પણ Tata Nexon ની વાત કરું છું એટલે માટે કે આપણે આ ગાડી અહીંયા સરખામણી માટે લીધે છે એટલા માટે, તો Tata Nexon માં ૮ વર્ષની વૉરંટી બેટરી પર આપે છે.એનો મતલબ ગાડીની લાઈફ ૮ વર્ષની થઇ ગઈ,પેલા ૪ વર્ષમાં ગાડીનો તફાવત આપણે નીકળી ગયો.અને પછી જો આપણે ૮ વર્ષજ ગાડી વાપરવી છે તો બીજા ૪ વર્ષમાં આપણે જે ૪ લાખ રૂપિયા બચત થશે. અને “આ ચાર લાખ રૂપિયાથી આપણી બીજી ગડીનું ડાઉન પેયમેન્ટ ભરી શકી છું.” આ તો આમે જે માણસ દર મહિને ૭૦૦KM ચલાવે છે તેની વાત કરી પણ જે માણસ ૧૦૦૦KM,૧૫૦૦KM કે ૨૦૦૦KM ગાડી ચલાવે છે એ લોકોને આ ફાયદો હજુ પણ વધારે થશે ૮ વર્ષમાં એ લોકોને ૨ કે ૩ વર્ષમા જ તફાવતના રૂપિયા નીકળી જાય છે એટલેજ ૫ વર્ષ સુધી વધારે રૂપિયા બચાવી શક છે.

તો હવે તમને જે કેલ્ક્યુલેશન કરીને બતાવ્યુ ને એ કેલ્ક્યુલેશન તમે જયારે પછી ગાડી લો ને ત્યારે આપણે ડીઝલ – પેટ્રોલ માં કરતા હતા પણ હવે એટલી તફાવત છે નઈ તો એમાં કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. પણ હવે તમે નવી ગાડી ખરીદી કરો એ પહેલા ઈલેકટ્રીક વાહન લેવું કે રેગ્યુલર ઇંધણ વાળું વાહન લેવું એ તમે આ કેલ્ક્યુલેશન કરીને નક્કી કરજો.

તમે આ કેલ્ક્યુલેશન ને લઇ જાગૃત થયાજ હશો,જો તમને આ કેલ્ક્યુલેશન ગમ્યું છે ને તો બીજાને કોઈ પર્સન વ્યક્તિ જેમને વાહન લેવું છે તેમને શીખવાડ જો, કોમેન્ટ કરી અભિપ્રાય આપો ના આપો એ તમારી મરજી.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment