આ શ્રવણ માસમાં કરો ભગવાન શિવના 108 નામનો જાપ અને જાણો તેનો અર્થ.

આ શ્રાવણ માસમાં ભગવાન શિવને રિઝવા સૌવ કોઈ પૂજા અને ભજન કરતા હોય છે. આ શ્રાવણ માસમાં તમે પણ કરો ભોળાનાથના 108 નામ નો જાપ અને જાણો તેનો અર્થ શું થાય છે. આવી રીતે ભગવાન શિવને પ્રસન્ન કરો.ખુલશે ભાગ્યના બધાજ દ્વાર….

મહાસનજનક- કાર્તિકેયના પિતા. ચારૂવિક્રમ- સુંદર પરાક્રમવાળા. જગતગુરુ- જગતના ગુરુ. ગણનાથ- ગણોના સ્વામી. પ્રજાપતિ- પ્રજાઓનું પાલન કરનાર. હિરણ્યરેતાા- સ્વર્ણ તેજવાળા. કૈલાશવાસી- કૈલાશના નિવાસી. કવચી- કવચ ધારણ કરનાર. કઠોર- ખૂબ જ મજબૂત દેહ ધરાવનાર. વિશ્વેશ્વર- આખા વિશ્વના ઈશ્વર. વીરભદ્ર- વીર હોવા છતાં શાંત.

અપવર્ગપ્રદ- કૈવલ્ય મોક્ષ આપનાર. ગિરિપ્રિય- પર્વતપ્રેમી. સોમ- ઉમા સાથેના સ્વરૂપવાળા. પંચવક્ત્ર- પાંચ મુખ ધરાવનાર. સદાશિવ- નિત્ય કલ્યાણ સ્વરૂપવાળા. મૃગપાણી- હાથમાં હરણ ધારણ કરનાર. જટાધર- જટા રાખનાર.

અજ- જન્મરહિત. પાશવિમોચન- બંધનથી છુટનાર. મહાદેવ- દેવોના પણ દેવ. ભસ્મોદ્ધૂલિતવિગ્રહ- ભસ્મ લગાવનાર. સામપ્રિય- સામગાનથી પ્રેમ રાખનાર. સ્વરમયી- સાતેય સ્વરોમાં નિવાસ કરનાર. હવિ- આહૂતિ રૂપી દ્રવ્યવાળા. યજ્ઞમય- યજ્ઞસ્વરૂપ ધરાવનાર.

તારક- બધાને તારનાર. હર- પાપ અને તાપને હરનાર. સહસ્ત્રપાદ- હજાર પગવાળા. સુરસૂદન- અંધક દૈત્યને મારનાર. પરશુહસ્ત- હાથમાં ફરસી ધારણ કરનાર. ત્રિપુરાંતક- ત્રિપુરાસુને મારનાર. વૃષાંક- બળદના નિશાનવાળી ધ્વજાવાળા. વૃષભારૂઢ- બળદની સવારી કરનાર.

હરિ- વિષ્ણુસ્વરૂપ. મૃડ- સુખસ્વરૂપ. પશુપતિ- પશુઓના સ્વામી. દેવ- સ્વયં પ્રકાશ સ્વરૂપ. સાત્વિક- સત્ય ગુણવાળા. પરમેશ્વર- પરમ ઈશ્વર. ત્રિલોકેશ- ત્રણેય લોકના સ્વામી. શિતિકંઠ- સફેદ કંઠવાળા. ઉગ્ર- ખૂબ જ ઉગ્ર સ્વરૂપવાળા. કપાલી- કપાલ ધારણ કરનાર. કામારી- અંધકારને દૂર કરનાર.

અવ્યગ્ર- ક્યારેય વ્યથિત ન થનાર. દક્ષાઘ્વરહર- દક્ષ યજ્ઞને નષ્ટ કરનાર. ખણ્ડપરશુ- તૂટલી ફરસી ધારણ કરનાર. શુદ્ધવિગ્રહ- શુદ્ધમૂર્તિવાળા. શાસ્વત- નિત્ય રહેનાર. અવ્યય- ખર્ચ થવા પર પણ ન ઘટાડનારા. શંકર- બધાનું કલ્યાણ કરનાર. શૂલપાણી- હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર. ખટવાંગી- ફાટલાનો પાયો રાખનાર. ભવ- સંસાર સ્વરૂપમાં પ્રકટ થનાર. શર્વ- કષ્ટોને નષ્ટ કરનાર.

ભગનેત્રભિદ્- ભગ દેવતાની આંખ ફોડનાર. ભુજંગભૂષણ- સાપના આભૂષણવાળા. ભર્ગ- પાપને દૂર કરનાર. ગિરિધન્વા- મેરૂ પર્વતને ધનૂષ બનાવનાર. અનેકાત્મા- અનેકરૂપ ધારણ કરનાર. પૂષ્પદંતભિત- પુષ્પાના દંત ઉખાડનારા. શિપિવિષ્ટ- સિતુહામાં પ્રવેશ કરનાર. વામદેવ- ખૂબ જ સુંદર સ્વરૂપવાળા. વિરૂપાક્ષ- વિચિત્ર આંખ ધરાવતા. કપર્દી- જટાજૂટ ધારણ કરનાર. નીલલોહિત- વાદળી અને લાલ રંગના.

દુર્ધુર્ષ- કોઈથી ન દબનારા. ગિરીશ- પહાડોના સ્વામી. ગિરિશ્વર- કૈલાશ પર્વત પર સૂતા હોય તે. અનઘ- પાપરહિત. કૃતિવાસા- ગજચર્મ પહેરનાર. પુરારાતિ- પુરોનો નાશ કરનાર. ગંગાધર- ગંગાને ધારણ કરનાર. વિષ્ણુવલ્લભ- ભગવાન વિષ્ણુનો પ્રિય. પિનાકી- પિનાક ધનૂષ ધારણ કરનાર. ભક્ત વત્સલ- ભક્તો ઉપર સ્નેહ રાખનાર. શશિશેખર- ચંદ્રને ધારણ કરનાર.

સોમસૂર્યાગ્નિલોચન- અગ્નિરૂપી આંખવાળા. પ્રમથાધિપ- પ્રમથગણોંના અધિપતિ. મૃત્યુંજય- મૃત્યુને જીવનાર. સૂક્ષ્મતનુ- સુક્ષ્મ શરીરવાળા. જગદૂયાપી- સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત. વ્યોમકેશ- આકાશ સ્વરૂપ વાળ ધરાવનાર. શ્રીકંઠ- સુંદર કંઠવાળા. શિવ- કલ્યાણ સ્વરૂપ. મહેશ્વર- માયાના અધીશ્વર. શંભૂ- આનંદ સ્વરૂપ ધરાવનાર. શિવાપ્રિય- પાર્વતીના પ્રિય.

ભગવાન- સર્વસમર્થ ઐશ્વર્ય સંપન્ન. ત્રિમૂર્તિ- વેદરૂપી વિગ્રહ કરનાર. અનીશ્વર- જે સ્વયં જ બધાના સ્વામી છે. સર્વજ્ઞ- બધું જ જાણનાર. પરમાત્મા- બધી જ આત્માઓમાં સર્વોચ્ચ. અંબિકાનાથ- ભગવતીના પતિ. મહાકાળ- કાળના પણ કાળ. લાટાક્ષ- લલાટમાં આંખવાળા. કૃપાનિધિ- કરુણાથી ભરપૂર. ભીમ- ભયંકર સ્વરૂપ ધરાવનાર.

“JAY BHOLANATH”JAY MAHAKAL

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment