જાણો ક્રિપ્ટોકરન્સીને લઈને સરકારે શું આપ્યું નિવેદન, જો તમે બીટકોઈન જેવી કરન્સીમાં રોકાણ કર્યું છે તો એક વાર જરૂર વાંચો

હાલ ક્રિપ્ટોકરન્સીને લઈને સરકાર દ્વારા ઘણા સમયથી વિચારણા કરવામાં આવી રહી છે. જે થોડા સમયમાં જ RBI દ્વારા પોતાની ડિજિટલ કરન્સી બહાર પાડવામાં આવશે. જેના પાર થોડા કેટલાક સમયથી ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે

ભારતમાં ટૂંક સમયમાં જ ક્રિપ્ટોકરન્સી લોન્ચ થશે
બીજી પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી પર બેન એમજ રહશે
પહેલા RBI દ્વારા કરન્સી બહાર પાડવામાં આવશે

આજે ક્રિપ્ટોકરન્સીને લઈને આપણ રાજ્યકક્ષાના નાણામંત્રીએ ગુહમાં થોડી માહિતી આપી હતી, જેમાં આ માહિત આપતા તેમણે કહ્યું કે સરકાર ડિજિટલ ઈકોનોમીને લઈને બ્લોકચેન ટે્કનોલોજીની સંભાનાઓ પર હાલ વિચારણા કરી રહી છે. આ ઉપરાંત તેમણે કહ્યું પ્રાઈવેટ ક્રિપ્ટોકરેંસી પર ઈન્ટર મિનિસ્ટ્રિયલ પેનલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તેના પર બેન લગાવામાં આવી શકે.આપણ દેશમાં સરકાર દ્વારા જે ક્રિપ્ટોકરન્સી જાહેર કરવામાં આવશે તેજ માન્ય રહેશે.

નવા જરૂરી કાયદાઓ પણ બનાવામાં આવશે

આપણ રાજ્ય કક્ષાના નાણાં મંત્રી એ એવું પણ કહ્યું કે ક્રિપ્ટોકરેંસીને લઈને જે ઈન્ટર મિનિસ્ટ્રિયલ પેનલ સલાહ આપશે ત્યાર પછી સરકાર આ દિશામાં આગળ કામગીરી વધારવામાં આવશે. જો ક્રિપ્ટોકરેંસીને તેને લઈને કોઈ કાયદો બનાવની જરૂર પડશે તો સરકાર દ્વારા ગૃહમાં રજુ કરવામાં આવશે.

હવે RBI થોડાજ દિવસમાં ટેસ્ટિંગ શરુ કરશે

હમણાં થોડા સમય પહેલા એક રિપોર્ટમાં એવું જાણવા મળ્યું હતું કે RBI પોતાની ડિજિટલ કરન્સી બહાર પાડવા ઝાડાથી કામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે થોડા જ સમયમાં તેઓ હવે તેના પર ટેસ્ટિંગ કરવાનું પણ શરુ કરશે. હાલ RBI એ અન્ય કોઈ પણ પ્રાઈવેટ કરન્સીને કાયદેસર તરીકે માન્યતા આપવામાં આવી નથી.

Reserve Bank of India ના ડેપ્યુટી ગર્વનરનું નિવેદન આવ્યું

RBI ના ગર્વનર દ્વારા એવું નિવેદન માં કહ્યું કે તેઓ પોતાની ક્રિપ્ટોકરન્સી લઇ આ મુદ્દે ઝડપથી આગળ વધી રહ્યા છે. આ સાથે એમણે એવું પણ કહ્યું કે હાલ રિઝર્વ બેન્ક દ્વારા આ મુદ્દે વિચારણા ચાલુ છે કે ક્રિપ્ટોકરન્સી નો ઉપયોગ રિટેલમાં કરવો જોઈએ કે પછી હોલસેલમાં થવો જોઈએ.

આનાથી રોકડ વ્યવહાર થશે ઓછો

પ્રથમ ડિજિટલ કરન્સી RBI દ્વારા બહાર પાડવામાં આવશે ત્યાર બાદ અલગ અલગ બેંકો દ્વારા પણ તેને લોન્ચ કરવામાં આવશે અને હા ડિજિટલ કરન્સી ને લઇ બેંકો પણ જરૂરી નિયમો બનાવશે. જો ડિજિટલ કરન્સી બહાર પડશે તપ પછી લોકો રોકડ લેવડ દેવડ પણ ઓછી કરશે. આ સાથે જે કરન્સી છાપવા પાછળ ખર્ચ થાય છે તે પણ મહંત અંશે ઓછો થઇ જશે.

ડિજિટલ કરન્સી ની વેલ્યુ સમાન રહશે

હવે એ પણ છે કે આ સમગ્ર મામલે RBI બેન્ક ના ડેપ્યુટી ગવર્નર શંકર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ડિજિટલ કરન્સીની વેલ્યુમાં કોઈજ ફેરફાર કરવામાં આવશે નહિ. એટલે કે 500 રૂપિયાની નોટ અને 500 રૂપિયાની ડિજિટલ કરન્સી એમ આ બંને એક સમાન રહશે.આ સાથે તમે ડિજિટલ કરન્સી ને સરળતાથી એક્સચેન્જ પણ કરી શકશો.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment