સાવધાન! તમારા ફોનમાં રહેલી આ એપ્લિકેશન ચોરે છે તમારી અંગત માહિતી, જાણો આ એપ્લિકેશન વિશે અને અત્યારે જ ફોનમાં થી કાઢી નાખો.

આપણે એન્ડ્રોઇડ ડિવાઇસ પર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લેસ્ટોરને સુરક્ષિત સ્ત્રોત માનવામાં આવે છે પણ, આજે અહીંયા એવી માહિતી આપીશું કે ગૂગલ પ્લેસ્ટોર પરની ઘણી એવી એપ્લિકેશનો છે, જે તમારા ફોનની સુરક્ષાને લઇ જોખમ રૂપ સાબિત થઇ શકે છે. હંમેશ ગૂગલ પ્લેસ્ટોર આપ્લિકેશનને પોતાના એપ સ્ટોર પર અપલોડ કરતા પહેલા તેના વિશે પૂરતી તાપસ કાર્ય પછી જ આ એપ યુઝર માટે બહાર પડે છે. પણ આમાં એવી કેટલીક એપ્લિકેશન ખામીયુકત છે, જે તમારા ફોનમાં હોય તો તમારા માટે મુસીબત ઉભી કરી શકે છે.

તાજેતરમાં એક અહેવાલમાં ડિજિટલ સિક્યોરિટી કંપની એવાસ્ટ દ્વારા ગૂગલ પ્લે સ્ટોર પર સર્વે કરવામાં આવ્યો જેમાં 19 હજારથી પણ વધુ એપ્લિકેશનનો આપણી માટે અસુરક્ષિત સાબિત થઇ છે, જેમાં એવું જાણવા મળ્યું કે આ એપ્લિકેશન યુઝરની અંગત માહિતીને લાગતો ડેટા લીક કરી શકે છે અને આપણા ફોનની સુરક્ષાને પણ જોખમમાં મૂકી શકે છે. આ ઉપરાંત ડિજિટલ સિક્યોરિટી ફર્મે માહિતી આપી કે 19 ,300 થી પણ વધુ એવી એન્ડ્રોઇડ એપ્લિકેશનો ફાયરબેઝ ડેટામાં મહત્વપૂર્ણ કન્ફિગ્યુરેશનને ખોટી રીતે કન્ફિગર કરે છે અને જેના લીધે આ એપ્લિકેશન યુઝરનો અંગત ડેટા પણ લીક થઇ શકે છે.

આ ફાયરબેઝ એ એન્ડ્રોઇડ ડેવલોપર્સ દ્વારા યુઝરના ડેટાને સ્ટોર કરવા માટે ઉપયોગમાં આવતું એક ઉપકરણ છે. એક નિવેદમાં અવાસ્ટે માહિતી આપી હતી કે, કેટલાક એક્સપોઝ ડેટામાં યુઝરને વ્યક્તિગત રીતે પણ ઓળખી શકાય તેવી માહિતી પણ હોય શકે છે જેમકે,ઘણીવાર એવા કિસ્સાઓ પણ હોય કે તેમાં નામ, સરનામાં, સ્થાન વિશે માહિતી અને પાસવર્ડ. આ બાદ અવાસ્ટે ગૂગલને આવા પરિણામો વિશે સાવધાન પણ કર્યું હતું જેનાથી તે વિવિધ એપ્લિકેશન ડેવલોપર્સને પોતાની એપ માટે આ ભૂલો સુધારવા અને અન્ય કાર્યવાહી કરવા માટે મદદ રૂપ નીવડી શકે.

આ એપ્લિકેશન સાથે થઇ શકે છે ચેડા :

આ અહેવાલમાં જે એપ્લિકેશનો અંગત માહિત સાથે ચેડા કરે તેમાં મખ્યત્વે જીવનશૈલી, ફૂડ ડિલિવરી, ગેમિંગ અને ઈ-મેઈલ સાથે જોડાયેલ છે. આ ની અસર યુરોપ, લેટિન અમેરિકા અને દક્ષિણ-પર્વ એશિયા જેવા શેત્રોમાં યુઝર પર થવાની શક્યતા છે. આ ઉપરાંત માવેરઃ સંશોધક વ્લાદિમીર માર્ટાનોવે માહિતી આપી કે, હાલમાં ઉપલબ્ધ ૧,૮૦,૦૦૦ ફાયરબેઝ દાખલાઓમાંથી 10 ટકાથી પણ વધુ અવાસ્ટ થ્રેટ લેબ્સના સંશોધકો દ્વારા આ ફાયરબેઝ ખુલ્લા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, આનો સીધો એ અર્થ થાય કે એપ્લિકેશનના યુઝરનો ડેટા આ કિસ્સાઓમાં અન્ય લોકો સામે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

આવા વિવિધ કિસ્સાઓમાં તે ડેટા ભાંગનો કેસ છે અને જો આ યુઝરની માહિતનો વિવિધ રીતે દુરુપયોગ કરવામાં આવે તો તે એક વ્યવસાય, કાનૂની અને નિયમનકારી ખતરો ઉત્પન્ન કરી શકે છે. હવે પેલા જણવ્યું તેમ,”સંભવિત રીતે ફાયરબેઝ આધારિત 10 ટકાથી વધુ એવી એપ્લિકેશનમાં યુઝરની વ્યકતિગત માહિતી સાથે ચેડા થઇ શકે છે.” ડેવલોપર્સને એન્ડ્રોઇડ ડિવાઇસ માટે સ્માર્ટફોન અને વેબ એપ્લિકેશનો બનાવતી વખતે ફાયરબેઝનો ઉપયોગ કરી શકે છે અને પોતાના ફાયરબેઝ ઇમ્પ્લિટેશને અન્ય ડેવલોપર્સ માટે ઓપન મૂકી દે છે., તો આવી રીતે યુઝરની ડેટાબેઝની માહિતી લીક થશે.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment