શું તમારા આધાર પર કોઈએ SIM કાર્ડ તો નથી લીધા ને ? ફટાફટ આ રીતે કરો ચૅક

હવે, આધાર કાર્ડ આપણા જીવનની એક મહત્વની જરૂરિયાત છે. હંમેશ ડગલે ને પગલે આધાર કાર્ડની જરૂર પડે છે, હવે તો એક SIM કાર્ડ લેવું હોય તો પણ આધાર કાર્ડની જરૂર પડે, તો તમે ક્યારે એવો વિચાર આવીયો છે કે તમારા આધાર પર કેટલા સિમ કાર્ડ લીધેલા છે અને કેટલા લોકો વાપરે છે ? કોઈ તમારા આધાર નો દૂરઉપયોગ તો નથી કરી રહ્યું ને, જો તમારે જાણવું હોય તો કે કોણ સિમ કાર્ડ વાપરી રહ્યું છે અને તે સિમ કાર્ડ ને કઈ રીતે બ્લોક કરવું તો, અમે તમને જણાવી દઈએ.

હવે જ્યાર થી આધાર કાર્ડ ને આપણી ઓળખાણનો એક મહત્વનો પુરાવો બનાવીયો છે, ત્યાર થી આધાર કાર્ડ ને બચાવું અને તેનો બીજા કોઈ ઉપયોગ ના કરી જાય તે ખુબજ અગત્ય થઇ ગયું છે. તો હવે આપણે આધાર ને કઈ રીતે સેફ કરવું ? તમને જણાવીશું કે કઈ રીતે ચૅક કરી શકીએ કે આપણ આધાર કાર્ડ પર કેટલા લોકોએ સિમ કાર્ડ લીધા છે અને ઉપયોગ કરી રહ્યા છે, જો કોઈએ લીધા છે તો.

હવે, અમે તમને જણાવી દઈએ કે પહેલા તો Google Search Engine ઓપન કરો અને તેમાં search બારમા લખો tafcop અથવાતો આ વેબસાઈટ tafcop.dgeteleco.gov.in પર પણ જઈ શકો છો. tafcop એટલે કે “Telecom Analytics For Fraud Management And Consumer Protection” આ આપણ પ્રોટેકશન માટે tafcop બનાવામાં આવ્યુ છે.

હવે તમેજ આ વેબસાઈટ પર જશો ને ઓપન કરશો એટલે તરતજ તમારો ફોન નંબર માગશે એટલે ત્યાં તમારે તમારો ફોન નંબર (સિમ કાર્ડ નંબર) દાખલ કરવાનો છે. હવે તમે જે નંબર દાખલ કરીયો છે તેના પર એક OTP આવશે, આ OPT ને ત્યાં દાખલ કરજો.

તમે જેવો OTP દાખલ કરશો એટલે તમે લોગીન થઇ ગયા છો. ત્યાં તમને બીજી માહિતી પૂછવામાં આવશે જેમ કે નામ એટલે ત્યાં નામ દાખલ કરી દેજો, અને નીચે તમને બતાવશે કે તમારા ફોન નંબર સાથે જ આધાર જોડાયેલ છે, તે આધાર કાર્ડ સાથે કેટલા નંબર લીધેલા છે, જો તમે એકજ નંબર વાપરી રહિયા છો તો તમને એકજ દેખાશે પણ જો તમારા આધાર પર બીજા નંબર પણ એકટીવ છે તો તે પણ અહીંયા નીચે દેખાશે.

હવે આ લિસ્ટમાં તમારા પોતાના જે નંબર હોય ને એ એમજ રહેવા દેવાના અને આ સિવાયના જે બીજા નંબર હોય ને તો અને સિલેક્ટ કરીને નીચે કે ઓપશન આપેલ છે This is not my number તેના પર ક્લીક કરવાનું અને જો એવા પણ ઘણા નંબર હોય કે તમે હવે વપરાતા નથી તો તેને સિલેક્ટ કરીને Not required પર ક્લીક કરવાની રહશે.

જો તમને ખબર છે કે આ નંબર તમારા નામ પર લીધેલા છે અને તેનો ઉપગયો કરી રહ્યા છો તો તેવા નંબર ને સિલેક્ટ કરવાની કોઈજ જરૂર નથી. અને જો બધું બરોબર લાગતું હોય તો તમે લોગઆઉટ થઇ શકો છો હા, લોગઆઉટ કરવાનું ભૂલતા નહિ. પછી ખોટા લેવાં દેવા થઇ શકે છે.

આમે આશા રાખીયે છીએ કે તમને આ માહિતી ઉપયોગી થશે. જો તમને ઉપયોગી થાય તો પછી બીજાને પણ ઉપયોગમાં આવે તો તેના માટે શેર કરવાનું ભૂલતા નહિ.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment