હવે Honda કંપનીએ પણ તેનું ઈલેકટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું, જાણો તેની એવરેજ અને વધુ બીજી માહિતી

હાલ, ઈલેકટ્રીક સ્કૂટર ખરીદવાનું પંસદ કરે છે, પણ કોઈ સારી કંપની ના ઈલેકટ્રીક સ્કુટરની લોન્ચ થવાની રાહ જોતા હોય છે. તમને જણાવી દેવી કે હાલમાં જ હોન્ડા કંપનીએ પોતાનું ઈલેકટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું છે. હોન્ડાએ તેના ચાઈનામાં આવેલા યુનિટ વુઆંગ-હોન્ડા એ પોતાનું નવું ઈલેકટ્રીક સ્કૂટર યુ-ગો લોન્ચ કર્યું છે.આ e-Scooter ખાસ શહેરી વિસ્તાર માટે બનાવેલ છે, જે હળવા ઈ-સ્કૂટર ના બે મોડેલ લોન્ચ કરવામાં આવિયા છે. તેની સ્પીડ અને પાવર બંને સ્કૂટર ના શાનદાર પરફોર્મન્સ માં જોવા મળશે. જો આને ભારતીય રૂપિયા મુજબ ઈ-સ્કૂટર ની કિંમત 85,000 રૂપિયા થાય છે.

હોન્ડા ના આ ઈલેકટ્રીક સ્કૂટર હોન્ડા U -GO નું પ્રથમ મોડેલ 1 .2 kW રેટિંગવાળી હબ મોટર સાથે જોવા મળશે. આ મોટર 1 .8 kW નું પીક આઉટપુટ આપી શકે છે. આ U -GO ના વર્ઝનની ટોપ સ્પીડ 53 kmph છે. આમાં લો-સ્પીડ મોડેલ પણ છે, આ લો-સ્પીડ મોડેલ માં 800 વોટ ની હબ મોટર આપવામાં આવશે,જે 1.2 kW નું આઉટપુટ મળશે. આની ટોપ સ્પીડ 43 kmph મળશે.

હોન્ડા ઈલેકટ્રીક સ્કૂટર ના બને મોડેલમાં 1 .44 kWh ની ક્ષમતા સાથે 40V અને 30Ah રિમુવેબલ લિથિયમ-આયર્ન બેટરી આપવામાં આવે છે. આ સ્કૂટર સિંગલ ચાર્જ માં 65 કિમીની એવરેજ આપાએ છે અને જો બીજી બેટરીનો ઉપયોગ કરીએ તો 130 કિમી સુધી રેન્જ વધારી શકાય છે.

હોન્ડા ના ઈલેકટ્રીક સ્કૂટર ના યુ-ગો મોડેલમાં LED સ્ક્રીન અને બીજી ઘણી સુવિધાઓ આપેલ છે. જેમાં સ્કૂટરની સ્પીડ, અંતર, ચાર્જ અને રાઇડિંગ મોડ વિશે માહિતી આપે છે. ખાસ વાત તો એ છે કે સ્કૂટરના ફ્રન્ટ એપ્રોનને ટ્રિપલ બીમ LED હેડલાઇટ આપવામાં આવી છે,અને તેમાં મુખ્ય ક્લસ્ટરની ફરતે LED DRL સ્ટ્રીપ પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત આ ઈલેકટ્રીક સ્કૂટરમાં 12-ઇંચ ના આગળ અને 10-ઇંચ ના પાછળના એલોય વહીલ્સ અને 26-લિટર સીટ નીચે સ્ટોરેજ આપવામાં આવી છે. હાલ, હોન્ડાએ આ ઈલેકટ્રીક સ્કુટરને ચીન ની બજારમાં ઉતારિયું છે અને તેની આશરે કિંમત 85,000 રૂપિયા થાય છે. હવે પછી હોન્ડા પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરને બીજા અન્ય બજારોમાં પણ લોન્ચ કરશે.પણ હાજી આના વિશે કોઈ સત્તાવાર જાહેરાત કે ઉલ્લેખ થયો નથી.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment